યુઝર્સનાં શરીરમાં પાણીની કમી થવા પર સ્કિન સેન્સર અલર્ટ કરશે

admin
1 Min Read

કેલિફોર્નિયામાં રિસર્ચર્સે એક એવું સ્કિન સેન્સર બનાવ્યું છે, જે પરસેવાને આધારે હેલ્થ જાણી શકાશે. આ શોધમાં ભારતીય મૂળના એક વૈજ્ઞાનિક પણ સામેલ છે. સ્કિન સેન્સરને હાથમાં બેન્ડનિજે પહેરી શકાશે. પરસેવો આ બેન્ડના સંપર્કમાં આવવાથી યુઝરને ડિહાઇડ્રેશન અને થાક જેવી સ્વાસ્થ્ય સંબંધિત જાણકારીની રિયલ અપડેટ આપે છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર અલી જાવે કહ્યું કે, અમારો હેતુ એવું સેન્સર બનાવવાનો હતો જે આપણને કહી શકે કે પરસેવો આપણને શું કહેવા માગે છે. આ માટે એક એવા સેન્સરની જરૂર હતી, જે વિશ્વસનીય હોય અને તેનો ઉપયોગ વારંવાર કરી શકાય.

આ નવા સ્કિન સેન્સર બેન્ડને રોલ-ટુ-રોલ ટેકનીકની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આ ટેકનીકની મદદથી સેન્સરને પ્લાસ્ટિક પર એવી રીતે પ્રિન્ટ કરવામાં આવે છે, જેમ ન્યૂઝપેપરમાં અક્ષરોને પ્રિન્ટ કરવામાં આવે છે. રોલ-ટુ-રોલ પ્રોસેસ દ્વારા ઓછા સમયમાં વધારે પ્રોડક્શન કરી શકાય છે.

આ સેન્સર બેન્ડમાં માઈક્રોસ્કોપિક ટ્યૂબ અને માઈક્રોફ્લૂડિક છે, જે આપણા શરીરમાં પરસેવાનું સેમ્પલ લે છે. તે ટ્રેક કરે છે કે, પરસેવો કેટલી ઝડપથી માઈક્રોફ્લૂડિકથી વહે છે. ત્યારબાદ તે યુઝર્સને તેના પરસેવનો દર અને ઝડપ સહિત અન્ય માહિતી આપે છે.

Share This Article