આવનારા દિવસોમાં શાકભાજીના ભાવ વધુ ઉંચકાય

admin
1 Min Read

સાબરકાંઠા જીલ્લો સૌથી વધુ શાકભાજીનો ઉત્પાદન કરતો જીલ્લો છે અને અહિનુ શાકભાજી અન્ય રાજ્યો ઉપરાંત અન્ય દેશમાં પણ પહોચાડવામાં આવતુ હોય છે…પરંતુ આ વખતે અન્ય રાજ્યો માટે સાબરકાંઠાની શાકભાજી મોઘી સાબિત થાય એમ છે…ચાલુ સીજનમાં પહેલા તો વરસાદ ખેચાયો અને શાકભાજીના પાકમાં સુકારનાએ કારને નુકશાન થયું…અને આ ઓછું હોય એમ છેલ્લા 15 દિવસથી ધોધમાર વરસાદી માહોલને લઈને શાકભાજીમાં કોહવાટ સહીત શાકભાજી માટેના માંડવા ધરાશયી થઇ જવાથી બગાડ થયો છે.ગલકા, તુરિયા, દુધી, કારેલા, રીંગણ, કોબીજ અને ફુલાવર જેવી શાકભાજીમાં વરસાદથી ભારે નુકશાન થયુ છે.કહી શકાય કે  80 ટકા પાક બગડી ગયો છે. જેના કારણે ઉત્પાદન ઘટી ગયુ છે.તો સામે જે ઉત્પાદન થયુ છે તેના ભાવ ઊંચા બોલાઈ રહ્યા છે…ખેડૂતોને માટે ભાવ ઊંચા હોવાની ખુશીની સાથે બગાડ થવાથી થયેલા નુકશાન બાબતે નિરાશા પણ જોવા મળી રહી છે.. તો સામે ગૃહીનીમાં પણ નારાજગી જોવા મળી રહી છે.એક બાજુ ખેડુતોને લાખ્ખોનુ નુકશાન આ શાકભાજીમાં થયુ છે.. તો સામે ગૃહિણીઓનુ પણ બજેટ શાકભાજીમાં વધી ગયુ છ.. ત્યારે  હજુ પણ જો ભારે વરસાદ આવશે તો ચોક્કસ પણ શાકભાજીમાં ભાવ વધારો થાય તેમાં નવાઈ નહિ…. 

Share This Article