આતંકી હુમલાની આશંકા ! – રાજ્યની ચેકપોસ્ટો પર સુરક્ષા વધારાઈ

admin
1 Min Read

આગામી તહેવારોમાં રાજયમાં આંતકી હુમલાની દહેશતની આશંકાઓને પગલે રાજય પોલીસ વડા દ્વારા ચેક પોસ્ટો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સઘન ચેકીંગ હાથ ધરવાના આદેશો અપાયા છે. આ આદેશને પગલે જિલ્લાની આંતર રાજય રતનપુર ચેકપોસ્ટ પર લોખંડી બંદોબસ્ત ગોઠવીને રાઉન્ડ કલોક એસઆરપી જવાનોની પ્લાટુન સહિત ૪૮ પોલીસ જવાનોનો કાફલો ખડકી સઘન ચેકીંગ હાથ ધરાયું હતું. બુલેટપ્રુફ જેકેટ,બુલેટપ્રુય હેલ્મેટ અને આધુનિક રાઈફલ સહિતના આ બંદોબસ્તનું જિલ્લા પોલીસ વડા દ્વારા નિરીક્ષણ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે દેશના જમ્મુ-કાશ્મીર રાજયમાંથી કલમ ૩૫-એ અને ૩૭૦ હટાવી લેવાતા દેશભરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.અને આ ઐતિહાસીક ઘડીને વધાવી લેવા દેશમાં ઠેરઠેર જશ્મ યોજાયા હતા.પરંતુ હુમલાની દહેશત ને પગલે રાજયમાં એલર્ટ જાહેર કરાયું છે.ત્યારે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરના રતનપુર ચેક પોસ્ટને સલામતીના ભાગરૃપે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અને પસાર થતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાયું હતું.રાજયના પોલીસવડાના આદેશને પગલે આંતર રાજય સરહદો પર ગોઠવાયેલ ચાંપતા બંદોબસ્તના ભાગરૃપ રતનપુર ચેકપોસ્ટે એસઆરપી જવાનોની એક પ્લાટૂનના ૨૪ જવાનો અને ૨૪ પોલીસ જવાનો સહિત ૪૮ સુરક્ષા જવાનોનો કાફલો ઉતારી દેવાયો છે.

Share This Article