સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મજરા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી બાઈક પાછળ સવાર મહિલાને માથાના ભાગે ઈજા થતા સારવાર અર્થે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.તો કાર ચાલક અને અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજા થવા પામી હતી. મળતી માહિતી મુજબ, ચિલોડા તરફ જઈ રહેલ બાઈક સવારે અન્ય કારણોસર બ્રેક મારતા પાછળથી આવતી કારના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધુ હતું, જેના કારણે કાર રોડની સાઈડમાં આવેલ ખાડામાં જઈને ટકરાઈ હતી. અકસ્માતના દ્રશ્યો ગંભીર જણાતા હતા, પરંતુ કોઈ મોટી જાનહાનિ થવા પામી નહતી. અકસ્માતમાં કારના આગળના ભાગે મોટુ નુકશાન થવા પામ્યુ હતું. જ્યારે અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા. અકસ્માતમાં કાર ચાલક સહિત બાઈક સવાર બે વ્યક્તિઓને ઈજા થવા પામી હતી. જેમને સારવાર અર્થે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
