નાગપાંચમનો તહેવાર હિંદુ ધર્મમાં પવિત્ર મનાય છે

admin
3 Min Read

નાગપાંચમનો તહેવાર એ હિંન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. ભક્તો શીવ મંદિરમાં નાગ અને ભોળાશંભુની પુજા કરવા જતા હોય છે. લોક માન્યતા એવી છે કે આજના દિવસે ક્યાય નાગ દેખા દેતો નથી અને ભાગ્યે કોઈને જોવા મળી જાય તો એ વ્યક્તિને ભાગ્યશાળી મનાય છે. આજના દિવસે ભક્તો નાગ દેવતાને દુધ પીવડાવા માટે જાય છે. પરંતુ નાગ કોઈ દિવસ દુધ પીતો નથી. સાપના ખેલ બતાવનાર, અને એ લોકોને લુંટવા માટે નાગના બહાને પૈસા પડાવતા હોય છે. તમે જે નાગ જોઈ રહ્યા છો તે વિશ્ર્વના ઝેરી નાગો માના નાગ છે પરંતુ નિકુલભાઈને નાગ સાથે એટલો બધો પ્રેમ છે કે તેઓ આ ઝેરી નાગને પોતાની વાતોમાં ફસાવીને પકડે છે. અત્યાર સુધી તેમણે હજારો નાગ પકડ્યા છે અને પછી જંગલમાં છોડી આવે છે અને તેમના પાસે તમામ પ્રકારના સાપ અને નાગની માહિતી હોય છે. અને કોઈએ ખોટી માન્યતામાં ભરમાવુ નહિ કોઈ નાગ દુધ પીતો નથી, જે સાપના ખેલ બતાવે તે સાપને પકડીને તેમાંથી ઝેર નીકાળી લે છે જેના કારણે સાપનુ મોત થાય છે. નાગ પાંચમે લોકો નાગના દર્શન કરવા માટે જતા હોય છે પરંતુ આ પ્રકારના નાગ તમને ભાગ્યે જ જોવા મળશે. સાપના ખેલ બતાવનાર લોકો નાગના નામે પૈસા પડાવતા હોય છે અને કહે છે કે નાગને દુધ પીવડાવા માટે પૈસા આપો… પરંતુ ક્યારેય નાગ દુધ નથી પીતો જો તમારા ગામમાં કે શહેરમાં સાપને ખેલ બતાવનાર આવે તો તમે જીવદયા પ્રેમીને જાણ કરીને સાપનો જીવ બચાવજો. જે લોકો નાગની ખોટી માન્યતાઓમાં માને છે તદ્દન ખોટી હોય છે નાગણની આંખમાં કોઈનો ફોટો કે ચિત્ર પણ રહેતો નથી. આ નિકુલભાઈ જીલ્લાના અનેક વિસ્તારોમાંથી નાગ પકડીને તેમણે જંગલમાં છોડી આવે છે. જીવદયા પ્રમીએ તેમના સાપ મીત્રો સાથે ખુબજ લગાવ છે. એટલે તો તેમની વાતોમાં આવીને ભલભલા નાગ પણ પકડાઈ જાય છે અને નિકુલભાઈ સાથે મિત્ર બનીને ફરતા હોય છે. આમ તો કોઈ નાગને જોઈ લે તો પણ ડરી જતુ હોય છે ત્યારે આ નિકુલભાઈ નાગ જોડે વાતો કરે છે. નાગપાંચમએ હિન્દુઓ માટે પવિત્ર તહેવાર મનાય છે અને આજના દિવસે ઠેર ઠેર મંદિરોમાં નાગની પુજા થાય છે તો લોકોએ ખોટી માન્યતાઓમાં ભરમાવુ જોઈએ નહિ કે દુધના નામે ખોટા પૈસા આપી છેતરાવુ નહિ.

Share This Article