ભાવફેર ચુકવાયો છે તે વધુ આવે ચૂકવાય

admin
1 Min Read

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની સાબરડેરી દ્રારા 2017-18માં ભાવફેર 3.3 ટકા જાહેર કરાયો હતો અને પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે વિરોધ દર્ષાવવામાં આવ્યો હતો અન ભાવફેર 6.5 ટકા ચુકવવાનુ જાહેર કરેયુ હતુ પરંતુ તત્કાલીન ચેરમેને 2017-18ના ભાલફેર 6.5 ટકા ચુકવવા માટે 2018-19ના ચાર માસનો એડવાન્સ ભાવફેર 3.2 ટકા લઈને 6.5 ટકા ભાવફેર ચૂકવ્યો છે. આમ એડવાન્સ ચારમાસનો ભાવફેર 3.2 ટકા કાપી લઈને ચુકવેલ છે 2017-18 નો ભાવફેર 6.5 ટકા નહિ પણ માત્ર 3.3 ટકા જ ચુકવેલ હોવાથી પશુપાલકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેવા આક્ષેપ સાથે ગુજરાત કિસાન સભા દ્રારા રેલી નિકાળીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ જેમાં તેમણી માંગણી છે કે જે ભાવફેર ચુકવવામાં આવ્યો છે તેના બદલે હવે 10 ટકા મુજબ પશપાલકોને તાત્કાલીક ચુકવવો જોઈએ..તો પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપો… સાબરડેરી દુધ મંડળીઓના કર્મચારીને સાબરડેરીના કર્મચારી ગણવી જોઈએ… અને રજીસ્ટર થયેલ તમામ દુધ મંડળીઓને તાત્કાલીક ધોરણે બીનશરતી સંઘના સભાસદ બનાવવાની જેવી વિવિધ માંગણીઓ સાથે આવેદન પત્ર આપ્યુ હતુ…

Share This Article