ભિલોડાના ખરાબ રસ્તાથી લોકો પરેશાન

admin
2 Min Read

ભિલોડા તાલુકાના ટાકાટૂકાથી ટોરડા જવાનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ટાકાટૂકા થી ટોરડા જવાનો રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે. આ રસ્તો બનાવવાં માટે ગ્રામજનોએ તંત્રને અનેક વાર રજુઆતો કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રસ્તા પર એવા મોટા ખાડા પડેલા છે કે તેનાથી વાહન ચાલકને ભારે મુશ્કેલી પડી રહી છે. રસ્તાનું કામ જલ્દી થાય તેવી ગ્રામજનોની માંગણી છે. રસ્તાઓની ખરાબ હાલતના કારણે અકસ્માતનો ખતરો પણ વધી ગયો છે. બીઆરટીએસ અને એએમટીએસ રુટ તેમજ ભરચક રહેતા વિસ્તારમાં ખરાબ રસ્તાઓ જોખમી બની ગયા છે. સાથે સાથે શહેરના જુદા જુદા વિસ્તારમાં ભુવા પડવાના બનાવો જારી રહ્યા છે. ખાડા અને ભુવાના પરિણામ સ્વરુપે હાલત કફોડી બની છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા પગલા લેવામાં આવશે તેમ અધિકારીઓ કહી રહ્યા છે પરંતુ વરસાદના કારણે ધોવાઈ ગયેલા રસ્તા અકસ્માતોને આમંત્રણ આપી રહ્યા છે જેથી સ્થાનિક લોકો વધુ સાવચેત રહે તેવી પણ જરૂર છે. ખરાબ રસ્તા તેમજ ખાડાઓને કારણે સર્જાતી દુર્ઘટના માટે ઇન્ડિયન રોડ કોંગ્રેસ એસપી-55 મુજબ સંબંધિત એજન્સી જિમ્મેદાર બને છે. ખરાબ રસ્તાઓને કારણે સર્જાતા અકસ્માતમાં પીડિત વ્યક્તિ અથવા તો તેના પરિવારના સંબંધિત રસ્તાઓ બનાવતી એજન્સી સામે ધારા 288, 431 અને 338 હેઠળ ગુનો નોંધાવી શકાય છે. ખરાબ રસ્તાઓને કારણે સર્જાતા અકસ્માતના બનાવની જો પોલીસ ફરિયાદ ન લે તો પીડિત વ્યક્તિ કોર્ટમાં પણ ફરિયાદ કરી શકે છે.

Share This Article