હિમતનગરના હાઈવે પર ગાયનું વાછરડું ફસાયું

admin
1 Min Read

હિંમતનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા માથાનો દુ:ખાવો બની ગયા બાદ પાલિકા દ્વારા છેલ્લા દોઢ મહિના દરમિયાન 125 ઢોર પકડી દંડનીય કાર્યવાહી કરી 86 જેટલા ઢોર પાંજરાપોળમાં મોકલી આપ્યા હોવા છતાં સ્થિતિ જૈસે થે રહેવા પામી છે. ચાલુ સપ્તાહથી પોલીસે પણ રખડતા ઢોર સામે લાલ આંખ કરી છે. સા.કાં.એસપી ચૈતન્ય મંડલીક દ્વારા રખડતા ઢોરની સમસ્યા બાબતે સૂચના આપતા શહેરની પોલીસ દ્વારા પણ દિવસમાં દોઢ થી બે કલાક આ કામગીરીને સહયોગ આપવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ હિંમતનગર નેશનલ હાઇવે પરની ગટર લાઇનમાં ગાયનું વાછરડુ ફસાયાની ઘટના બની. ગટર લાઇનમાં ત્રણ દિવસથી ગાયનું વાછરડુ ફસાયું ગયુ હતુ. વાછરડુ ચરતા સમયે ગટર બાજુ ઉતરતા ફસડાઇ પડયુ હોવાનુ અનુમાન કરાઇ રહ્યું છે. સાહકારી જીન પાસે આવેલ ગટરમાંથી ટી.આર.બીના જવાન અને સ્થાનિક લોકોને જાણ થતા તેને મહામહેનતે બાહર કાઢીને આઝાદ કર્યુ હતુ.

Share This Article