સાબરકાંઠા : હિંમતનગર ખાતે યોજાઈ સ્વરક્ષણ તાલીમ શિબિર

admin
1 Min Read

કહે છે કે આવનાર સમય અને આફત જાણ કરીને નથી આવતા. તેના માટે અત્યારે જ તૈયાર રહેવામાં જ શાણપણ છે. વાત તો સાચી. આવનાર આફત કેવી હશે તેની કોઈને ખબર નથી હોતી અને આપણે તેના માટે અજાણ હોઈએ છીએ. એટલે જ કહે છે ‘સમય વર્તે સાવધાન.’ ત્યારે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા પણ સ્વરક્ષણની તાલીમ આપતી શિબિરોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગર ખાતે પણ સ્વરક્ષણ તાલીમ શિબિર યોજાઈ હતી. હિંમતનગરની વિદ્યાનગરી કોલેજ ખાતે આ તાલીમ યોજાઈ હતી,

 

 

સુરક્ષા સેતુ દ્વારા જિલ્લા પોલીસ તથા મહિલા સ્વરક્ષણ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં 280 વિદ્યાર્થીઓ તાલીમમાં જોડાઈ હતી. આ પ્રકારની તાલીમ શિબિરો અને સેમિનારમાં વધુમાં વધુ મહિલાઓ જોડાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે રાજ્યના તમામ જિલ્લામાં સમયાંતરે સુરક્ષા સોસાયટી દ્વારા મહિલાઓને સ્વરક્ષણની તાલીમ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે અવનવા કાર્યક્રમો પણ કરવામાં આવે છે

Share This Article