સાબરકાંઠા : વડાલીમાં લગ્ન પ્રસંગે વરઘોડો નીકળવાના મુદ્દે વિરોધ

admin
1 Min Read

વડાલીના ભજપુરા ગામમાં વસતા અનુસૂચિત જાતિના પરિવારમાં લગ્ન પ્રસંગે વરઘોડો નીકળવાના મુદે ગામમાં અનિચ્છનિય ઘટના ના ઘટે એ માટે પરિવારે પોલીસ રક્ષણ ની માગ કરતા ભજપુરા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. મળતી વિગત અનુસાર રાજ્યમાં અનુસૂચિત જાતિના પરિવારના લગ્ન પ્રસંગે વરઘોડો નીકળવા મુદ્દે અનેક વાર અનિચ્છનીય ઘટનાઓ સામે આવી છે.  ત્યારે વડાલીના ભજપુરા ગામમાં વસતા અનુસૂચિત જાતિના પરિવારમાં લગ્ન પ્રસંગ છે જેમાં પરિવારે ગામમાં વરઘોડો નિકાળવાનું નક્કી કર્યું હતું.

 

 

લગ્નના વરઘોડામાં વિરોધ થવાની શક્યતાઓ લઇ પરિવારે પોલીસ રક્ષણની માગ કરી હતી.  જેને લઈ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ગામમાં અનિચ્છનીય ઘટના ના ઘટે એને ધ્યાને લઇ જિલ્લા પોલીસે પોલીસનો મોટો કાફલો ગામમાં ખડકી દીધો છે. ઉપરાંત પોલીસે ગામના બંને સમાજના લોકો સાથે બેઠક યોજી સમાધાન પણ સાધેલ છે સાથે જ પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે

Share This Article