સાબરકાંઠા : વડાલીમાં પોલીસ પહેરામાં નીકળેલો વરઘોડો શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો

admin
1 Min Read

સાબરકાંઠા જિલ્લામાં અગાઉ અનુસૂચિત જાતિ પરિવારમાં લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન બે સમાજો વચ્ચે ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે વડાલીના ભજપુરા ગામમાં વસતા અનુસૂચિત જાતી પરિવારમાં લગ્ન પ્રસંગ યોજવા જઈ રહ્યો હતો જેમાં પરિવાર દ્વારા વરઘોડો  ગામના ચોકમાં નિકાળવાનું નક્કી કર્યું હતું પરંતુ ગામમા વસતા અન્ય સમજો દ્વારા વિરોધ થવાની શક્યતાઓને લઇ પરિવાર દ્વારા સરકાર અને પોલીસ સમક્ષ રક્ષણ ની માગ કરાઈ હતી ત્યારે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા પરિવારના લગ્ન પ્રસંગ દરમિયાન ત્રણ કલાક માટે નીકળનાર વરઘોડો પોલીસ પહેરા આપ્યો હતો અને ગામમાં પોલીસના પહેરા સાથે શાંતિ પૂર્ણ માહોલમાં લગ્નનો વરઘોડો પૂર્ણ થયો હતો.

 

 

 

એક તરફ લગ્ન પ્રસંગ દરમિયાન વિરોધ થવાની શકયતાને લઇ પરિવારે પોલીસ રક્ષણની માગ કરી હતી તો બીજી તરફ સરકાર અને પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે મોટો પોલીસ કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો.આખુય ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.પોલીસ પહેરા સાથે લગ્નનો વરઘોડો ઘરેથી નીકળી ગામની શેરીઓમાં ફરી ગામના ચોકમાં પહોચ્યો હતો જ્યાં પરિવારજનો અને મિત્રો ગરબે ઘૂમ્યા હતા અને પરત ઘર તરફ વરઘોડાએ પ્રયાણ કર્યું હતું બે થી અઢી કલાક ચાલેલો આ વરઘોડો શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થયો હતો.

Share This Article