સાબરકાંઠા : હિંમતનગર પાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ

admin
1 Min Read

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. હિંમતનગરમાં આવેલ ડો.નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે આ સભા મળી હતી જેમાં પાલિકા પ્રમુખની અનુમતી બાદ કારોબારી અધ્યક્ષ દ્વારા નગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું. કારોબારી અધ્યક્ષે 105.17 કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કર્યુ હતું. મળતી માહિતી મુજબ, સાબરકાંઠાના હિંમતનગર નગરપાલિકા માટે બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું. 105.17 કરોડનું બજેટ પાલિકાની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યુ છે.

 

 

 

જેમાં હિંમતનગર પાલિકા સંચાલિત સ્મશાનમાં સાબરમતી દ્વારા ગેસ મફત મળશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ત્રણ નવીન પાણીની ટાંકીઓ બનાવવા માટે પણ બજેટમાં ખાસ રુપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓટેમેટિક પાણી મેનેજમેન્ટ સિસ્ટમનું પણ આયોજન કરવામાં આવશે. મહત્વનું છે કે કોરોના મહામારી વચ્ચે યોજાયેલી નગરપાલાકની પ્રથમ સામાન્ય સભામાં સરકારની કોવિડ ગાઈડલાઈનનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવ્યુ હતું.

Share This Article