સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં મંબાજી મંદિર હોળી-ધૂળેટીમાં રહેશે ખુલ્લુ

admin
1 Min Read

આગામી રવિવાર અને સોમવારના રોજ હોળી અને ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. જોકે અન્ય તહેવારોની જેમ આ તહેવારોને પણ કોરોનાનું ગ્રહણ નડ્યુ છે. રાજ્ય સરકારે હોળીના તહેવાર પર હોળીકાદહનની મંજૂરી આપી છે જોકે તેમાં પણ મોટી સંખ્યામાં ભીડ એકઠી ન થાય તે માટે સ્થાનિક તંત્રને સૂચના અપાઈ છે. જ્યારે ધૂળેટી પર્વ પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે રાજ્યના મોટા મંદિરોમાં પણ આ વખતે ધૂળેટી પર્વની ઉજવણી મુલતવી રાખવામાં આવી રહી છે. તો ઘણા મંદિરો ભક્તો માટે આ બે દિવસ માટે બંધ રાખવામાં આવશે

 

 

 

. જોકે, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલ અંબાજી માતાજીનું મંદિર હોળી અને ધૂળેટી પર્વ પર ભક્તો માટે ખુલ્લુ રહેશે.  જેને લઈ ભક્તોમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. જોકે મંગળા આરતી સમયે કોઈપણ દર્શનાર્થીને મંદિરમાં પ્રવેશ નહીં મળે. તેમજ ધૂળેટી પર્વર પર થતી ફુલદોલ હોળી મુલતવી રખાઈ છે.  આ ઉપરાંત દર્શને આવતા તમામ ભક્તોએ સરકાર દ્વારા જાહેર કરાયેલ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. જેમાં માસ્ક ફરજિયાત પહેરવુ અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવાનું રહેશે

Share This Article