સાબરકાંઠા : સરકાર અંતિમધામ અને કબ્રસ્તાનની દફનવિધિના આંકડાને છૂપાવવામાં નિષ્ફળ

admin
1 Min Read

નવા વેવમાં કોરોનાથી મૃત્યુ થવાનો દર નીચો હોવાનો સાબિત કરવાનો પ્રયાસ કરી રહેલ સરકાર અંતિમધામ અને કબ્રસ્તાનની દફનવિધિના આંકડાને છૂપાવવામાં નિષ્ફળ રહેતા ડેથ ઓડિટને નામે ચલાવાઇ રહેલ તરકટ ઉઘાડુ પડી ગયુ છેસરકારે ડેથ ઓડિટને મૃત્યુઆંક ઓછો દેખાડવાનુ માધ્યમ બનાવી પ્રજાને ગેરમાર્ગે દોરવાનુ ચાલુ રાખ્યુ છેજે સૌથી મોટી કમનસીબી છેસાબરકાંઠામાં માર્ચમાં 57 અને એપ્રિલ મહિનાના 3 દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના અંતિમ સંસ્કાર હિંમતનગરના સ્મશાનમાં કરાયા છે. મળતી વિગત અનુસાર કોરોના દર્દીઓને પીપીઇ કીટ સાથે અંતિમ સંસ્કાર કરવાની ગાઇડલાઇનને કારણે સ્મશાનમાં થતી અંતિમ વિધિએ સરકારની પોલ ખોલી નાખી છે

 

 

. હિંમતનગરમાં ખાનગીસરકારી કોવિડ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઇ રહેલ દર્દીઓના સારવાર દરમિયાન મોત થતાં ગાઇડ લાઇનને પગલે અંતિમ વિધિ માટે હિંમતનગરના સ્મશાનમાં લવાય છે. ગત માર્ચ દરમિયાન હિંમતનગરના સ્મશાનમાં 57 અને એપ્રિલના 3 દિવસમાં 6 જેટલા પીપીઇકીટમાં આવેલ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા છે તેમ છતાં સરકાર એટલે કે આરોગ્ય તંત્રના રેકોર્ડમાં એક પણ મોત નોંધાયુ નથી. શનિવારે અંતિમધામ ખાતે 3 કોવિડ પોઝિટિવ અને 4 સામાન્ય મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવતા હાલાકી સર્જાઇ હતી. એક કર્મચારી સંક્રમિત થયો છે જે સારવાર હેઠળ છે.

Share This Article