વડોદરા : ડભોઈના ચણવાડા ગામ નજીકનો બનાવ

admin
1 Min Read

જ્યમાં અકસ્માતોની વણઝાર યથાવત છે. ત્યારે વડોદરાના ડભોઇ તાલુકાના ચણવાડા ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં હાઈવા ચાલકે ટેમ્પાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પામાં સવાર બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, ડભોઈના હીરાભાગોળ રાણાવાસના રહીશ તિલકવાડા ખાતે સામાન મૂકવા પોતાનો ટેમ્પો લઈ જઈ રહ્યા હતા

 

 

સમયે ડભોઇના ચણવાડા ગામ નજીક રોંગ સાઈડ ઉપર પૂર ઝડપે આવતા હાઈવા ચાલકનું ટાયર ફાટતા હાઈવા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટેમ્પોને ટક્કર મારી હતી. જેમાં ટેમ્પામાં સવાર બે લોકોને ગંભીર ઇજા થઈ હતી. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જ્યારે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માતમાં ઘાયલ થયેલ બન્ને લોકોને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા

Share This Article