સાબરકાંઠા : ઈડરમા માસ્ક વિનાના લોકો સામે ઈડર પોલીસ દ્વારા દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ

admin
1 Min Read

સાબરકાંઠાના ઈડરમા માસ્ક વિનાના લોકો સામે ઈડર પોલીસ દ્વારા દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી. મળતી વિગત અનુસાર કોરોનાનુ સંક્રમણ દિવસેને દિવસે વધુ ફેલાઈ રહ્યો છે.  ત્યારે ઈડર શહેરમાં કોરાનાનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ઈડર પોલીસ સ્ટેશનના પી.આઈ,  પી.એસ.આઈ તેમજ ઈડર પોલીસ સ્ટાફ દ્વારા બસ સ્ટેશનની પાસે માસ્ક વિનાના, જાહેરનામાનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી માસ્ક વિનાના ૨૦ લોકો પાસેથી રુપિયા ૧૦૦૦/- પ્રમાણે કુલ રૂ:૨૦,૦૦૦/ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો

 

અને વધુમાં જે બાઈક પર ત્રણ સવારી હોય તેની સામે પણ કલમ ૧૮૮ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ૪ જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા હતા.  આ રીતે શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા ઈડર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Share This Article