મહેસાણા : વિજાપુરના મણિપુરામાંથી ક્રિકેટ સટ્ટો ઝડપાયો

admin
1 Min Read

વિજાપુરના મણિપુરામાંથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા 2 શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ક્રિકેટ પર સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે સિટીએ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઈડ કરી હતી. જેમાં રવિન્દ્ર પટેલ ક્રિકેટ ઉપર સટ્ટો રમાડાતો હતો. ત્યારે 1.03 લાખના મુદ્દામાલ સાથે  2 સટ્ટોડિયાને ઝડપી પાડ્યા છે.

 

મળતી માહિતી મુજબ મહેસાણા વિજાપુરના મણિપુરામાંથી મહેસાણા લોકલ કાઈમ બ્રાન્ચ દ્વારા ક્રિકેટ સટ્ટો ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં બે ઇસમ મણિપુરાના મકાનમાં ક્રિકેટ ઉપર સટ્ટો રમાડતા હતા. આ દરમિયાન પોલીસે રેડ કરતા 1.03 લાખના મુદ્દામાલ સાથે આ સટ્ટોડિયાઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે આ ઇસમને સોફ્ટવેર આપનાર વિશાલ પટેલ સામે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી છે ત્યારે આ મામલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Share This Article