સાબરકાંઠા : ગઢ બચાવો સમિતિની યોજાઈ પ્રેસ કોન્ફરન્સ

admin
1 Min Read

ઇડર ગઢની પર આવેલી કેટલાક ખનીજ માફિયા દ્વારા ખનન કરતા હતા જેથી ઇડર નગરજનો તેમજ ઇડર તાલુકાના આજુબાજુગામોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને ખનીજ માફિયા દ્વારા ઇડર ગઢને વારે આવેલ લોકો સામે ખોટા પોલીસ કેસ કર્યા હતા ઇડર ગઢનું મોટા ભાગનું ખનન થતા છેલ્લા કેટલાક સમયથી ઇડર ગઢની ઝાંડીઓમાં રહેતા વન જીવોમાં વધુ પ્રમાણે દીપડા વસવાટ કરે છે.

અને આ ઇડર ગઢ પર છેલ્લા કેટલાક સમયથી ખનન પ્રક્રિયા ચાલુ છે. ત્યારે પાલિકા વિસ્તારનો પ્રતિબંધ હોવા છતાં ખનન કાર્ય યથાવત છે ત્યારે આ ખનન પ્રવૃત્તિ અટકાવવા માટે કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અને આ આંદોલનગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેમ જણાવ્યું હતું.

Share This Article