સાબરકાઠાં : જિલ્લાના વાતવરણમાં પલટો, ઇડર, વડાલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું

admin
1 Min Read

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં હિંમતનગરમાં 20 મીમી એટલે કે પોણો ઇંચ વરસાદ પડ્યો હતો અને ખેડબ્રહ્મામાં 5 મીમી વરસાદ પડ્યો હતો. મેઘરજ, મોટીઇસરોલમાં ઝાપટા પડ્યાં હતા.જીલ્લાના ઇડર વડાલી ગ્રામ્ય વિસ્તારમાં પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં બાજરીના પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના જોવા મળી હતી

ત્યારે અચાનક વાવાઝોડું ફૂકાતા ઘણા વિસ્તારોમાં ઝાડ અને વીજપોલ ધરાશાયી થયો હતો. તો લોકોના મકાનના છતના પતરા ઉડી ગયા હતા. તો બીજી બાજુ બે સપ્તાહમાં બબ્બે વખત ના વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. જયારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. વરસાદના પગલે ખેડૂતોને ઉનાળુ પાકો અને ઘાસચારામાં વ્યાપક પ્રમાણમાં નુકસાની ભોગવવાની નોબત આવી હતી. આ વરસાદના પગલે પશુઓ માટેના ઘાસચારામાં મોટી નુકસાની પણ જોવા મળી છે

Share This Article