સાબરકાંઠા : જિલ્લાના પોલીસ મથકોમાં સૌર ઊર્જાનો ઉપયોગ કરવાની શરૂઆત

admin
1 Min Read

ગુજરાતમાં ગ્રીન ઉર્જા મામલે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહાય તેમજ સબસીડી જાહેર કરી છે તેમજ છેવાડાના વ્યક્તિ સુધી સોલર રુફટોપ થકી ઓછા ખર્ચથી નિયમિત અને સતત વીજળી આપવાનો સંનિષ્ઠ પ્રયાસ કરાયો છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસે કરેલો પ્રયાસ રાજ્યભરમાં નવીન દિશા બની રહ્યો છે… સાબરકાંઠા જિલ્લા પોલીસે મોટાભાગના પોલીસ મથકોમાં ગ્રીન ઉર્જા થકી વીજળી મેળવવાનો સંદેશ પ્રયાસ કરે છે જેથી જિલ્લાના મોટાભાગના પોલીસ મથકોમાં હવે સૌરઊર્જા થી તમામ પોલીસ મથકો જરી રહ્યા છે

સાથોસાથ ગ્રીન ઊર્જા થકી ચોક્કસ આવક પણ મેળવી શકશે સાબરકાંઠા જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા છેલ્લા કેટલાક સમયથી કરેલા પ્રયાસ અંતર્ગત હાલના તબક્કે જિલ્લામાં પાંચ હજારથી વધારે લોકોએ પોતાના મકાનો ની છત ઉપર સોલર રુફટોપ લગાવીને વીજળી મેળવતા થયા છે તેમજ જિલ્લાના તમામ પોલીસ મથકો પણ આ યોજના અંતર્ગત આવરી લેવાયા છે સાથોસાથ જિલ્લા પોલીસ દ્વારા કરાયેલો આ પ્રયાસ ગ્રીન ઊર્જાને સમર્થન આપનારો બની રહ્યો છે. હાલમાં સાબરકાંઠા જિલ્લાના ૧૦ જેટલા પોલીસ મથકો સંપૂર્ણપણે ગ્રીન ઊર્જા થકી સંચાલિત થઈ રહ્યા છે તેમજ આગામી સમયમાં બાકી રહેલા પોલીસ મથકો પણ સંપૂર્ણ સૌર ઉર્જાથી સંચાલિત થનાર છે ત્યારે સૌરઊર્જાથી વીજળી મેળવવાનો જિલ્લા પોલીસનો પ્રયાસ સમગ્ર ગુજરાત માટે દિશા સૂચક છે

Share This Article