સાબરકાંઠા : હિમતનગરમાં ૬ નગરપાલિકાના ચીફ ઓફિસરની બેઠક યોજાઈ

admin
1 Min Read

હિમતનગરમાં ૬ નગરપાલિકાના ચીફ ઓફિસરની બેઠક યોજાઈ હતી. જેમાં હિમતનગર,ઇડર,વડાલી,ખેડબ્રહ્મા,તલોદ અને પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્વચ્છતાની ગ્રાન્ટ થી માંડી, આવાસ, નલ સે જલ, સ્ટાફની ભરતી વિકાસકામોની ગ્રાન્ટનો વપરાશ વગેરે બાબતોનું મૂલ્યાંકન અને સંકલન કરવાનો પ્રારંભ કરાયો હતો. જેમાં પ્રાદેશિક કમિશ્નરે ગ્રાન્ટ ઓછી વાપરવાના કિસ્સામાં સંકલનના અભાવની ટકોર કરી હતી.

હિંમતનગરના સરકીટ હાઉસમાં પ્રાદેશિક કમિશ્નરની અધ્યક્ષતામાં જિલ્લાની 6 ન.પા.ના ચીફ ઓફિસર, પ્રમુખ ઉપપ્રમુખની હાજરીમાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં 14 મા અને 15 મા નાણાપંચની વિકાસકામોની ગ્રાન્ટ વપરાશ, સોલાર પાવર પ્રોજેક્ટ, ફાયર અને સફાઈ કામદારની ભરતી, વેરા વસૂલાતની સમીક્ષા, ઇનગર પોર્ટલની કામગીરી, સ્વચ્છ ભારત મિશનની કામગીરી, ફ્લાયઓવર શેલ્ટર હોમ, આવાસ યોજનાના સહિતના 16 મુદ્દા પર ચર્ચા કરાઇ હતી. લોકોની સમસ્યાઓ દૂર કરવા અને સ્વચ્છતા પર ભાર મૂકાયો હતો.સરકારે આપેલા નાણાંનો પૂરેપૂરો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

Share This Article