જામનગરની કંપનીએ કર્મચારીઓને ગિફ્ટમાં આપી કાર અને સ્કૂટર

Subham Bhatt
2 Min Read

જામનગરની ભારત પ્રિસીઝન ઇન્ડસ્ટ્રીઝ કંપની કે જે વર્ષ 2003થી કાર્યરત છે.  આ કંપની બ્રાસ કંપોનેન્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અને વર્ષ ૨૦૦૩થી ૨૦૨૨ સુધીમાં કંપનીના વધુમાં વધુ ટર્ન ઓવર થતા કંપની દ્વારા કર્મચારીઓને ગિફ્ટ સ્વરૂપે બે કાર અને પાંચ સ્કૂટર આપવામાં આવ્યા હતા.જામનગરનજીક આશીર્વાદ રિસોર્ટ કલબ ખાતે એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો… જેમાં કર્મચારી સિદ્ધાર્થ ગુપ્તા અનેસુનિલ પટેલને સ્વીફ્ટ કાર ગિફ્ટમાં આપવામાં આવી હતી ..તો કર્મચારી કૌશિક હરસોડા, દેવશીભેંસદડીયા, કારુંભાઈ ભટ્ટ, ઉમેશ સોનેરી અને દિપાલી ગોસ્વામી ને એક્ટિવા સ્કૂટર ગિફ્ટ માં આપીઅનોખી રીતે સન્માનિત કરાયા હતા ..  કંપની ના મુખ્ય કેડર ના કર્મચારીઓને આ ગિફ્ટ સ્વરૂપે ભેટઆપી સન્માનિત કરાયા હતા.

The company from Jamnagar gave cars and scooters as gifts to the employees

જ્યારે કંપનીમાં  176 કર્મચારીઓ છે, અને તેમાંથી 2 કર્મચારીઓનેમારુતિ સુઝુકી ની સ્વીફ્ટ કાર અને 5 કર્મચારીઓને હોન્ડા એક્ટિવા આપવામાં આવી હતી.. કંપનીનાઓનર કે.કે.પટેલ, રાજ પટેલ અને મગનભાઈ પટેલ એ વર્ષ 1990 માં બ્રાસ ક્ષેત્રે જોડાયા હતા… જે વર્ષ2003માં ભારત પ્રિસીઝન ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત કરી હતી.. અને કર્મચારીઓની મહેનત થી આ કંપનીદિવસ, માસ કે વર્ષ માં નફામાં જ ચાલતી હોવાથી કંપનીના માલિકો દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહન અનેજોમ-જુસ્સો વધારવા માટે એવોર્ડ કાર્યક્રમ યોજ્યો હતો… ઉલ્લેખનીય છે કે, દિવાળી જેવા તહેવારો પરકંપનીઓ બોનસ સ્વરૂપે કર્મચારીઓની કામગીરી બિરદાવતી હોય છે પરંતુ જામનગરની આ પ્રથમ એવીખાનગી કંપની છે કે જેણે કોઈ વાર કે તહેવાર જોયા વગર જ કર્મચારીઓને વહિકલ્સ ગિફ્ટમાં આપી પ્રોત્સાહિત કર્યા છે.

Share This Article