મહેસાણા-વડનગર પોલીસ સ્ટેશન ખાતે યોજાયો લોક દરબાર

Subham Bhatt
1 Min Read

મહેસાણા જિલ્લાના વડનગર પોલીસ મથકે બુધવારે એસપીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયોહતો જેમાં ટ્રાફિક અને હોમગાર્ડ જવાનો વધારવા રજૂઆત થતાં એસપીએ ખાતરી આપી હતી.જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીની અધ્યક્ષતામાં બુધવારે વડનગર પોલીસ મથકે લોકદરબારયોજાયો હતો. જેમાં અનેક મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી અને તેનું ઝડપથી નિરાકરણ આવે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

Lok Durbar held at Mehsana-Vadnagar police station

જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવાયું કે જેતેમાણસો ગેરકાયદેસર પ્રવૃતિમાં સંકળાયેલ છે તેમની સામે ચાંપતી નજર રાખવા આવ છે કાર્યવાહીકરવામાં આવી છે.વડનગર પોલીસ સ્ટેશનમાં યોજાયેલ લોક દરબારમાં વડનગર પાલિકાનાઉપપ્રમુખ કાનજીભાઈ,શહેર ભાજપ પ્રમુખ રાજુ ભાઈ મોદી,પૂર્વ પ્રમુખ ગેમરજી ઠાકોર,તાલુકા પ્રમુખ  પરેશ પટેલ,એન ડી ચોધરી,જીગર પટેલ. તથા વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Share This Article