જુનાગઢ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ ની તાજેતર માં ચૂંટણી આવતા મતદાર યાદી ને લઈ ભાજપમાં જૂથવાદ નું ચરમ સીમા એ વિવાદ સામે આવ્યો છે, હવે ભાજપના મોટા નેતાઓ જુનાગઢ જીલ્લાસહકારી દૂધ ઉત્પાદક સંધ કબ્જે કરવાના આક્ષેપો લાગ્યા છે , સાવજ જુનાગઢ જીલ્લા સહકારી દૂધઉત્પાદક સંધ લી. ચૂંટણી માં મતદાર યાદી ને લઈ પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી જાવીયા લાલઘૂમથયા છે, શ્રી સાવજ જુનાગઢ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લી. ચૂંટણી ની મતદાર યાદી 28/4/22 નારોજ પ્રસિદ્ધ થતા જેમાં ક્રમ નંબર 4 માં ક વિભાગ માં ખેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ભાદરકાઉકાભાઈ મુલાભાઈ હતુ, પરંતુ આખરી મતદાર યાદી 3/5/22 ના રોજ પ્રસિદ્ધ થતા જેમાં ક્રમ નંબર 4 માં"ક" ની જગ્યા એ "બ" વિભાગ માં ખેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી જૂનાગઢ જીલ્લા ભાજપ ના સંસદ રાજેશ ચુડાસમા નું નામ આવતા
તેથી નામ અને વિભાગ ફરતા ભાજપ માં આંતરિક વીખવાદ આવતા રાજકીય માહોલ ગરમાયો, ત્યારે ભાજપના મોટા માથા ગણાતા નેતાઓ હવે દરેક ક્ષેત્રમાંપોતાનો વક જમાવી પોતાનું સ્થાન મેળવવા દરેક જગ્યા એ ઘુષણ ખોરી કરતા હોય તેવું નજરે પડી રહ્યુંછે. શ્રી સાવજ જુનાગઢ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લી. એવુ તો શું છે આવો ફેરફાર કરવામાં આવ્યોઅને રાતોરાત ચુંટણી અધિકારીઓ એ પણ નામોની આંકળા ઝાળ રમી હવે આગામી દિવસો માં જોવાનુંરહેશે કે આગામી દિવસો માં વિધાન સભાની ચૂંટણી ને ધ્યાને લઇ ત્યારે તાજેતર માં શ્રી સાવજ જુનાગઢજીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લી. ની ચૂંટણી માં પ્રદેશ ભાજપ ના આગેવાનો ડેમેજ કંટ્રોલ કરશે કે કેમ? આ મતદાર યાદી માં શા માટે નામ માં અને વર્ગ માં કોના ઈશારે ફેરફાર કર્યો ? ભાજપ ના મોટા માથાઓની ઇશારે ચુંટણી પંચ પણ ચાલતું હોય તેવા અનેક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે