જુનાગઢ-માળીયા હાટીના ખાતે આત્મનિર્ભર કિસાન અભિયાન યોજાયું

Subham Bhatt
1 Min Read

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા આત્મનિર્ભર કિસાન અભિયાન” યોજાય માળીયા હાટીના માં ડાયમંડ પેલેસ ને 32 વર્ષ પૂર્ણ થતાં બ્રહ્માકુમારીઝ બહેનો દ્વારા કેક કાપી આગેવાનો , કિસાનો ની ઉપસ્થિતિ માં વાર્ષિક ઉત્સવ ઉજવ્યો હતો. માળીયા હાટીના માં ડાયમંડ પેલેસ ખાતે બ્રહ્માકુમારીઝના ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા સમગ્ર ભારતમાં “આત્મનિર્ભર કિસાન અભિયાન” દ્વારા ગામડે ગામડે કિસાનોમાં જાગૃતિ લાવી, પ્રાકૃતિક ખેતી અને યૌગીક ખેતી માટે કિસાનોને પ્રેરીત કરી કિસાનને સમૃધ્ધ અને આત્મનિર્ભર બનાવવા જબરજસ્ત દિવ્ય ક્રાંતિકારી કાર્ય ચાલી રહ્યુ છે.

Self-reliant Kisan Abhiyan was held at Malia Hatina

ત્યારે માળીયા હાટીના તાલુકામાં આ અભિયાન નો શુભારંભ આગેવાનો ને પુષ્પગુચ્છ થી કરવામાં આવ્યો હતો અને આગેવાનો દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં  આવ્યો છેજેમાં માઉન્ટ આબુથી અનુભવી વક્તા બ્રહ્માકુમારી ડૉ. જેમીલાબેન ની ખાસ ઉપસ્થિતી માં ખાસ સર્વે સરપંચશ્રીઓ તથા કિસાન ભાઇ બહેનોને એ હાજરી આપી હતી આ તકે યૌગીક ખેતીવિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Self-reliant Kisan Abhiyan was held at Malia Hatina

આ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થીત જુનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંધ પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા, હમીરસિંહ ભાઈ સીસોદીયા , થાકરશી ભાઈ જાવીયા, મહેન્દ્રભાઈ ગાંધી, શાંતીભાઈ કમાણી સહિત આગેવાનો , સરપંચો, ખેડૂતો ઉપસ્થીત રહ્યા હતા

Share This Article