જુનાગઢ- કેશોદમાં છપ્પન ભોગ અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું

Subham Bhatt
1 Min Read

જુનાગઢ જિલ્લાના કેશોદમાં શ્રીહરેરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં વિવિધ સાંસ્કૃતિકકાર્યક્રમો સાથે છપ્પન ભોગ અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભાવીક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.કેશોદમાં શ્રીહરેરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લાં પંદર વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહીછે જે હરેરામચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેશોદના જલારામ મંદિર રોડ છગનભાઈ લાડાણીની વાડીમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ છે

Junagadh- Fifty six victims Annakut Darshan was organized in Keshod

શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રીમદ ભાગવત આચાર્ય શાસ્ત્રી ઉતમચંદ્ર સારસ્વત પુષ્ટિમાર્ગીય વકતા વ્યાસપીઠેબિરાજી શ્રીમદ ભાગવત સપ્તાહનું શૈગીતમય શૈલીમાં રસપાન કરાવી રહયાછે સ્વર્ગસ્થોની મોક્ષાર્થે ભુદેવો દ્વારા જાપ કરવામાંઆવેછે સપ્તાહ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેછે સપ્તાહ દરમીયાન છપ્પન ભોગ અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા શ્રીમદ ભાગવત સપ્તાહમાં પરમ પુજ્ય ગોસ્વામી 108 શ્રીવલ્લભકુલભુષણ અંજનરાયજી મહારાજ પધાર્યા હતા ભાગવતજી પુજા કરી આશીર્વચન પાઠવયા હતા

Share This Article