જુનાગઢ- વંથલી પોલીસના પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ

Subham Bhatt
1 Min Read

જૂનાગઢનાં વંથલી પોલીસ ની તોડબાજી મા પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે , વંથલી પોલીસ સ્ટેશનનામહિલા પીએસઆઈની બદલી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. વંથલી પોલીસના પાંચ પોલીસ કર્મીને તોડકરવાના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા છે, અને વંથલી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈની બદલી કરતાપોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ બનાવની વિગતો એવી છે, કે વંથલી તાલુકાના ધણફુલીયા ગામના જગદીશ સોલંકી પાસે બે ટ્રક હતા, એમાં એક ટ્રકમાં ખોટી નંબર પ્લેટ લગાવીને ચલાવતો હોય,

Junagadh: Five Vanthali police personnel suspended

જે અંગેની વંથલી પોલીસને કોઈએ જાણકરતા વંથલી પોલીસ બંને ટ્રકને પકડીને જગદીશ સોંલકીને ધમકાવીને કીધેલું કે તને જેલમાં નથી નાખતા પણ એક ટ્રક ભંગાવીનાખ એવું કહી રૂ.૧૨,૦૦૦ ક્રેનનું ભાડુ વસુલ્યું અને કહ્યું કે હવે તારી ઉપર કોઈ ગુન્હો દાખલ થશે નહિ તેવી બાંહેધરી આપીહતી. બાદમાં વંથલી પોલીસે જ ટ્રકને ભંગાવી અને ભંગારના 2 લાખ 40 હજાર રૂપિયા લઈ અને ટ્રક માલિકને માત્ર 1 લાખઆપ્યા હતા.જેથી આ સમગ્ર ઘટનાની ટ્રક માલિકે ઉચ્ચ અધિકારીઓને તપાસ કરાવવા માટે રજૂઆત કરી હતી. જેથી આ સમગ્ર ઘટનાનીતપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી, અને સત્ય બહાર આવતા જિલ્લા પોલીસ વડાએ વંથલી પોલીસ સ્ટેશનના પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, અને મહિલા પીએસઆઈ. એ. પી. ડોડીયાને લીવ રીઝર્વમાં મૂકી દીધા છે. ત્યારે પોલીસબેડામાં ખડભળાટ મચી ગયો છે.

Share This Article