ભરૂચ- રાજપારડી પંચાયત ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

Subham Bhatt
1 Min Read

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રાજપારડી પંચાયત ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભલીધો હતો. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આઠમા તબક્કાનો સેવાસેતૂ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનાભાગરૂપે ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગ્રામ પંચાયત ખાતે ઝઘડિયા મામલતદાર અને TDO ના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.

Service bridge program was held at Bharuch-Rajpardi Panchayat

આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં સ્થળ ઉપર જ લાભાર્થીઓને આધારકાર્ડ, મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા, આપવામાં આવ્યા હતા.સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વધુમાં વધુ લાભાર્થીઓ ને સહાય મળે તે માટે પ્રયાસો કર્યા હતા. જેનો લાભ મોટી સંખ્યામાંગ્રામજનોએ લીધો હતો આ સેવાસેતુના કાર્યક્રમને અરજદારોના વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આકાર્યક્રમમાં ઝઘડિયા મામલતદાર રમેશ પરમાર TDO રવિ ભાઈ અને ભારતીય જનતા પાર્ટી ના ઝઘડિયા તાલુકાના મહામંત્રી ભુપેન્દ્ર સિંહ રાઠોડ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article