નવરાત્રીમાં વરસાદ બન્યો વિલન

admin
1 Min Read

સાબરકાંઠા જીલ્લામાં આમ તો વરસાદની રાહ ખેડુતો જોઈ રહ્યા હતા ત્યારે છેલ્લા બે દિવસથી જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાઈ ગયો છે. તો ઉપરવાસમાં પડી રહેલ વરસાદને લઈને જીલ્લામાંથી પસાર થતી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. પ્રાંતિજની સાબરમતી નદી, તલોદની મેશ્વો નદી, ખેડબ્રહ્માની હરણાવ, ખેરોજ પાસેની સાબરમતી અને આ ઉપરાંત નાની મોટી નદી નાળાઓ પણ બે કાંઠે વહેતા થયા છે. તો સામે ખેડુતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ નવરાત્રીમાં વિક્ષેપ વરસાદ બન્યો છે. હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાતી નવરાત્રી વરસાદને લીધે બંધ કરવામાં આવી છે. જીલ્લાના અનેક ગામડાઓમાં આજે નવરાત્રીના ગરબા બંધ જોવા મળ્યા. વરસાદે ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે. જેને લઈને ખેલૈયાઓમા ભારે નિરાશા જોવા મળી રહી છે. નવરાત્રીમાં આમ વરસાદે તાંડવ મચાવતા આયોજકોમાં પણ મુંઝવણનો માહોલ જોવા મડી રહ્યો છે. હવે ટો જ્યાં લોકો પ્રાથના કરતા હતા કે મેઘરાજા વરસે ત્યાં આજે બધા એવી પ્રાથના કરી રહ્યા છે કે મેઘરાજા હવે થોડા થંભી જાય. જેનાથી નવરાત્રીમાં ઉત્સાહિત ખેલૈયાઓ ભરપુર આનંદથી ગરબાની રમઝટ બોલાવી શકે. 

Share This Article