જુનાગઢ- કેશોદમાં કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી

Subham Bhatt
1 Min Read

જુનાગઢ જિલ્લાના કેશોદમાં કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પ્રાપ્ત થતીવિગતો અનુસાર જુનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનવાપામી છે. મયુર માર્કેટમાં આવેલ કારખાનામાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. કામધેનું બોડી વર્કસ નામના કારખાનામાં આગની ઘટના બનવા પામી છે,

Junagadh: A fire broke out in a factory in Keshod

રીપેરીંગ કામના કારખાનામાં આગ લાગતા આફરા તફરી મચી જવાપામી છે. આગ લાગવાની ઘટનાને પગલે અંદાજે એક લાખના માલ સામાનમાં નુકસાની થવા પામી છે. જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. આગ લાગવાની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.

Share This Article