પાટણ- ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતને અપાશે સહાય

Subham Bhatt
1 Min Read

રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક દેશી ગાય માટે નિભાવ ખર્ચ અર્થેપ્રતિમાસ રૂ.900ની સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. દેશી ગાય અને 1 એકર જમીન ધરાવતા ખેડૂતો તા.13 થી તા.27 મે સુધી ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે.

Patan- Assistance will be given to farmers rather than full natural cow based farming

આ યોજના હેઠળ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક દેશીગાય માટે નિભાવ ખર્ચ અર્થે રૂ.10,800ની વાર્ષિક મર્યાદામાં પ્રતિમાસ રૂ.900ની સહાય ચૂકવવામાં આવે છે. આઈ-ખેડૂતપોર્ટલ પર અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ અરજીમાં સહી કરી અરજી, 8-અની નકલ, સંયુક્ત ખાતેદારનું સંમતિ પત્રક,બેન્ક પાસબુક અથવા રદ કરેલ ચેક સહિત દિન-7માં તાલુકાના બી.ટી.એમ, એ.ટી.એમ. કે ગ્રામ સેવકને તેમજ જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા કચેરી, પાટણને રજૂ કરવાના રહેશે.

Share This Article