જામનગર- જામનગર BOB બેન્ક રિજયન ઓફિસના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

Subham Bhatt
1 Min Read

Jamnagar- Protest by employees of Jamnagar BOB Bank Regional Office

 

જામનગર BOB બેન્ક રિજયન ઓફિસના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગરમાં બેંક ઓફ
બરોડાના બેન્ક રિજયન ઓફિસના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બેંક ઓફ બરોડામાં જુદી-જુદી
બ્રાંચમાં આઉટસોર્સની ભરતી સામે બેંક કર્મીઓ વિરોધ કરી રહ્યા છે. જામનગરમાં શરૂ સેક્શન રોડ પર આવેલ બેંક ઓફ બરોડા
ની રિજયન ઓફીસ પાસે બેંક.ઓફ.બરોડા ના ચારેય યુનિયનના કર્મચારીઓ દ્વારા દેખાવો કરી સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે
વિરોધ નોંધાવવામાં આવ્યો છે .અને યુનિયન લીડર દ્વારા સરકાર આઉટસોર્સની ભરતી કરી બેંકનું ખાનગીકરણ કરવા માંગે છે.
તેવા આક્ષેપ કરી આગામી દિવસોમાં આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

Share This Article