બનાસકાંઠા- થરાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું પ્રથમવાર આગમન થયું

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રથમવાર આગમન થયું હતું. બનાસકાંઠા સાંસદ પરબતભાઇપટેલ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. થરાદમાં ચાલી રહેલાભારત માલા રોડના કામનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ થરાદના ખેંગારપુરા પહોંચ્યા હતા.ખેંગારપુરામાં ચાલી રહેલા પાણી પુરવઠા યોજનાની મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. મહાજનપુરા ચાલી રહેલા પાણી પુરવઠાયોજનાનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. પાણી પુરવઠાની સિપુજુથ સુધારણા યોજનાના 241.35 કરોડના કામોનું મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી.

Banaskantha: Chief Minister Bhupendra Patel arrived at Tharad for the first time

થરાદ એપીએમસી ખાતે અધિકારીઓ અને કાર્યકર્તા સાથે પણ બેઠક યોજવામાં આવીહતી. થરાદ એપીએમસી ખાતે એપીએમસીના ચેરમેન પરબતભાઈ પટેલ સેકટરી ભેમજીભાઈ પટેલ થરાદ તાલુકા પંચાયતનાપ્રમુખ દાનાભાઇ માળી બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ જેતસીભાઈ પટેલ રૂપસીભાઈ પટેલ દાનાભાઈ.પટેલ..સહિતના આગેવાનો દ્વારા કરાયો મુખ્ય મંત્રીનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીની સાથે બનાસકાંઠા સાંસદ પરબત પટેલ,ભાજપના મહામંત્રી રજની પટેલ સહિત પાણી પુરવઠાના અધિકારી અને ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article