બનાસકાંઠા-150 કરોડ રૂપિયાની છેતરપીંડી કરીને ભાગતા ઈસમને પકડી પાડયો

Subham Bhatt
1 Min Read

150 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી ને ગુજરાત છોડી ભાગતા કંપનીના માલિક ને પકડી પાડતી LCB બનાસકાંઠા બનાસકાંઠાLCB PI ડી આર ગઢવી, નરપતસિંહ, અરજનજી, ઇસવરભાઇ, દિગ્વિજયસિંહ, પરકાશચંદ્ર નાઓ ધાનેરા પો.સ્ટે વિસ્તારમાંપેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, “ માસ્ટર ડીઝીટલ ટેકનોલોજી પ્રા.લિ.ના માલીક રાહુલકુમાર નારણભાઇવાધેલા તેમની પત્ની તથા બાળકો સાથે ગુજરાત છોડી રાજસ્થાન તરફ જાય છે અને હાલમાં ડીસા ધાનેરા હાઇવે રોડ ઉપર આવેલ સમરાચલ હોટલ ઢાબા ઉપર હાજર છે,

Banaskantha-Ism caught fleeing by defrauding Rs 150 crore

જે બાતમી આધારે ડીસા ધાનેરા હાઇવે રોડ સમાયલ હોટલ આગળથી (૧)રાહુલકુમાર નારણભાઇ વાધેલા રહે. યોગીનગર તા.નડીયાદ જિ.ખેડા તથા તેની પત્ની (૨) ગૌરીબેન વાઓ રાહુલકુમારનારણભાઇ વાધેલા નાઓને પકડી આ બાબતે નડીયાદ પોલીસનો સંપર્ક કરતા નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટએ ગુ.ર.નં. ૧૧૨૦૪૦૪૫૨૨૦૧૪૬૪૨૦૨૨ ઇપીકો કલમ- ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦(બી) તથા જી.પી.આઇડી એકટ-૨૦૦૩ ની કલમ-૩ મુજબનો દાખલ થયેલ હોય જેથી નડીયાદ રૂરલ પો.સ્ટે. આ બાબતે જાણ કરવામાં આવેલ છે.

Share This Article