સુરેન્દ્રનગર એસઓજીએ ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં હોવા દરમિયાન બાઇક ચોર અંગે બાતમી મળી હતી. આથી અલગ અલગ દરોડામાં બે બાઇકચોર ઝબ્બે કર્યા હતા.તેમની પાસેથી 2 બાઇક સાથે રૂ. 45 હજારનો મુદામાલ જપ્ત કરાયો હતો. એસઓજી પીઆઇ વી. વી. ત્રિવેદીના માર્ગદર્શનમાં જયરાજસિંહ, જગદીશભાઇ, મીતભાઇ સહિત એસઓજી ટીમ ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાવળીયાવદર સ્મશાન પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.
ત્યાંથી શંકાસ્પદ બાઇક લઇ પસાર થતા રાવળીયાવદરના લગધીર કેશાભાઇ સારલાને ઝડપી પાડ્યો હતો.જ્યારે બાઇક ચોરીનું જણાતા રૂ.30 હજારનું બાઇક જપ્ત કરાયુ હતુ.જ્યારે અન્ય એક દરોડામાં રાવળીયાવદર ગામના ઝાપા પાસે પોલીસ ટીમ તપાસ કરતી હતી.તે દરમિયાન શંકાસ્પદ બાઇક નીકળતા કાગળ માંગ્યા હતા જે રજૂન કરી શકતા સંજય કેશાભાઇ સારલાને રૂ.15 હજારના બાઇક સાથે ઝડપી પાડ્યો હતો.આ બંન્ને ને આગળની કાર્યવાહી માટે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા હતા.