સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે હવે તસ્કરો દ્વારા રહેણાંક મકાન ઉપરાંત અલગ-અલગ સ્થળોએ ચોરી કરતા હોવાના બનાવો સામે આવ્યા છે. જેમાં હવે તસ્કરો દ્વારા મોબાઇલ ટાવર ઉપર હાથ અજમાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાગડકા, દેગામ અને રામગ્રી સહિતના ગામોમાં મોબાઇલ ટાવરમાંથી બેટરી અને ડીઝલની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે.
આ મામલે ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ બજાણા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે.ઉમેદસિંહ વિશુભા ગોહીલે નોંધાવેલી ફરીયાદ મુજબ, તા. 11 નવેમ્બર, 2021થી તા. 17 ફેબ્રુઆરી, 2022ના સમય દરમિયાન બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં (1) રામગ્રી ગામે (2) નાગડકા ગામે (3) દેગામ ગામે આરોપી અજાણ્યા ચોર ઇસમે જુદા જુદા રીલાયન્સ જીઓના ટાવરમાંથી ચોરી આચરી હતી.