
મહેસાણા જિલ્લામાં આવેલ મોટી એવી દૂધ સાગર ડેરીના વાઇસ ચેરમેન ની ચુંટણી યોજાઈ હતી. જેમાં વાઇસચેરમેનઇ સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી. જશીબેન રાજાભાઈ દેસાઈની દૂધ સાગર ડેરીનાવાઈસ ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી છે. પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ચુંટણી યોજાઇ હતી. જેમાં કડીબ્લોકમાંથી ડીરેક્ટર તરીકે ચૂંટાયેલ કાસ્વા ગોગા ધામના રાજા ભુવાજીના ધર્મપત્ની જશીબેન રાજાભાઈ દેસાઈ ની વાઈસ ચેરમેનપદે વરણી કરવામાં આવી છે. જશીબેન દેસાઈની વાઇસ ચેરમેન તરીકે વરણી થતાં સર્વે લોકોએ શુભકામના પાઠવી હતી.
