બનાસકાંઠા- સ્ત્રી એ પોતાનું પાપ છુપાવવા માટે નવજાત શિશુ ને કેનાલ માં ફેંકી દીધું

Subham Bhatt
1 Min Read

મા તે મા બીજા બધા વગડા ના વા..આ કહેવત ને લાસન લગાડતી ઘટના સામે આવી છે જેમાં એક સ્ત્રી એ પોતાનું પાપછુપાવવા માટે નવજાત બાળક ને કેનાલ માં ફેંકી દેતા સમગ્ર પથક માં અજાણી મહિલા સામે ફિટકાર ની લાગણી જોવા મળી છે.દિયોદર તાલુકા ના ફાફરાલી નર્મદા કેનાલ માં એક નવજાત તાજું જન્મેલ બાળક ની લાશ તરતી આવતી હોવાની જાણ સ્થાનિક ગામ લોકો ને થતા ગામ લોકો એ દિયોદર 108 એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી

Banaskantha: Woman throws newborn baby in canal to hide her sin

જેમાં 108 ટિમ સ્થળ પર પોહચી તરવૈયા ની મદદ લઇ કેનાલ માંથી નવજાત બાળક ને કેનાલ માંથી બહાર નીકળવામાં આવ્યું હતું જેમાં મૃતક બાળક નવજાત શિશુ હોવાનું દેખાતા મૃતક નવજાત બાળક ને દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું જેમાં પોલીસે ગામના જાગૃત નાગરિક ની ફરિયાદ લઈ અજાણી મહિલા સામે ગુન્હો નોંધ્યો છે જો કે નર્મદા કેનાલ માંથી નવજાત બાળક ની લાશ મળી આવતા અજાણી મહિલા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે

Share This Article