પાટણ- કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Subham Bhatt
1 Min Read

ભારત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલાઓ આત્મનિર્ભર થાય અને મહિલાઓ પગભર થઈ પોતાનાસામજિક પ્રસંગો તેમજ બાળકોના અભ્યાસ માટે કોઈના પર નિર્ભર ના રહેવું પડે તે માટે અનેકવિધ યોજનાઓ ભારત સરકારદ્વારા અમલમાં લાવવામાં આવી છે. સખી મંડળોના માધ્યમથી મહિલાઓને સસ્તા દરે અને સબસીડી વાળી લૉન પણ સરકારદ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે મહિલાઓના ઉતકર્ષ માટે આજરોજ પાટણ શહેરના સંતોકબા હોલ ખાતે દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સ્વ સહાય જૂથો માટે બેન્ક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

organized

આ કાર્યક્રમમાં સખીમંડળના વિવિધ જૂથોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના ઇન્ચાર્જ કલેકટર સોલંકી પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા,પૂર્વ પ્રદેશભાજપ મહામંત્રી કે સી.પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ માયાબેન ઝાલા,નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી,તાલુકા વિકાસ અધિકારી ડો અરવિંદભાઈ પ્રજાપતિ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને મોટી સંખ્યામાં પાટણ જિલ્લાની વિવિધ સ્વસહાય જૂથોની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Share This Article