જુનાગઢ- ગાદોઇ ગામ પાસે વાડીમાં ઘોડિપાસાનો જુગાર પકડાયો

Subham Bhatt
2 Min Read

જુનાગઢ વંથલી ના ગાદોઇ ગામ પાસે વાડીમાં ઘોડિપાસાનો જુગાર રમતા 10 શકુનીઓ ઝડપાયા ઝડપાયા છે. જૂનાગઢ ક્રાઈમબ્રાન્ચે જિલ્લામાં ચાલતા જુગારના અખાડા પર છાપો મારી 10 જુગારીઓને  ઝડપી લીધા હતા જેમાં પોલીસે  રોકડારૂ.૪,૪૯, ૧૬૦/ તેમજ નાલના રૂ.૧૨,૫૦૦/- અન્ય મુદામાલ સહિત કુલ રૂ.૧૫,૪૨,૬૬૦/- ના મુદામાલ કબ્જે કર્યો હતોમળતી વિગતો મુજબ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પો.ઇન્સ. એચ.આઇ.ભાટી અને પો. હેડ કોન્સ. પ્રકાશ ડાભી, પો.કોન્સ. દિવ્યેશ ડાભીને અગાઉથી સંયુક્તમાં મળેલ બાતમી આધારે આમદ હાસમ સીડા ગાદોઇ ગામની સીમમાં ખોખરડા ફાટકથી ગાદોઇ ગામ તરફ જતા રસ્તે વડવાળા ભરડીયાની નજીક આવેલ ખેતરમાં આવેલ રહેણાંક મકાન કેશોદના ખીમા કાના કોળી તથા મણીબેન ચના મેર અને વેરાવળના લાખા દેવરાજ રબારીએ જૂગારનો અખાડો ચલાવવા માટે ભાડે રાખી ત્રણેય સ્ત્રી પુરૂષ તેમના કબ્જાભોગવટાના મકાને લાખા દેવરાજ રબારી જૂગાર રમવા માટે બહારથી માણસો બોલાવી ધોડીના પાસા વડે પૈસાની હાર જીત કરી ઘોડીપાસાનો જુગાર રમી રમાડી પોતાના આર્થીક ફાયદા સારૂ નાલના રૂપિયા ઉઘરાવી ભાગીદારીમાં જુગારનો અખાડો ચલાવે છે.

Junagadh- Ghodipasa gambling was caught in a farm near Gadoi village

જે બાતમી આધારે  રેઇડ કરતા ઘોડીપાસા વડે જુગાર રમતા સ્ત્રી પુરૂષ સહિત કુલ-૧૦ ઇસમોને પકડી પાડી તેમના વિરૂધ્ ધોરણસરની કાર્યવાહી કરી વંથલી પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવવામાં આવેલ હતો ઝડપાયેલા જુગરીઓમાં  ખીમા કાનારાઠોડ લાખા  દેવરાજ મોરી, મીણીબેન  ચના પુંજા ઓડેદરા તેમજ  તારમહમદ દલ , ધનસુખ જેરામ હીરપરા , જીતેન્દ્ર ઉર્ફે જીતૂ વીરજી વધાવી, પરેશ જમીયત દલાણી અને વૃંદાવન પ્રભૂદાસ તન્ના, સીદીક રહેમાન બેલીમ પટણી અને સુર્યકાંત નાનાલાલ સવાણીને પોલીસે ઝડપી લીધા હતા

Share This Article