ભરુચ-અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર એકમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Subham Bhatt
1 Min Read

ભરુચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર એકમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરનગરપાલિકા માં આવેલા વોર્ડ નંબર 1 માં નગરપાલિકા દ્વારા રોડ રસ્તા સહિતના 60 લાખ ઉપરાંતના કામોનું ખાતમહુર્તનગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે આજરોજ કરવામાં આવ્યું હતું.જેમાં સેફરોન થી નીલકંઠ વીલા સુધી, વૃંદાવન થીજલારામ નગર સુધી મંગલ મૂર્તિ તરફ જતો માર્ગ ,રાજેશ નગર પંપીંગ સ્ટેશન પાસે નવી ડ્રેનેજ લાઇન નાખવાનું કામની શરૂઆત કરવામાં આવી હતી.

Various works completed in Bharuch-Ankleshwar Nagarpalika Ward No. 1

આ પ્રસંગે શહેર ભાજપ ના મહામંત્રી મિનેશભાઇ ગાંધી, નગરપાલિકા ઉપપ્રમુખ કલ્પનાબેનમેરાઇ, વાહન કમિટીના ચેરમેન નિલેશભાઇ પટેલ, ડ્રેનેજ કમિટીના ચેરમેન અતુલભાઇ મોદી, માધ્યમિક કમિટીના ચેરમેનકિજંલબા ચૌહાણ, શહેર યુવા ભાજપ મહામંત્રી સંજયભાઇ પટેલ, નગરપ્રાથમિક શિક્ષણ સમિતી સભ્ય ધર્મેશભાઇ રાણા, જીલ્લા બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય પ્રિતેશભાઇ મોદી ઉપસ્થિત રહ્યા હતા…

Share This Article