જામનગર- તીન બત્તી વિસ્તારમાં ચાની દુકાનમાં એકાએક લાગી આગ

Subham Bhatt
1 Min Read

રાજયમાં આગ લાગવાના બનાવો અવાર નવાર બની રહ્યા છે. રોજે કોઈને કોઈ જગ્યાએ આગલાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ આગ લાગવાના બનાવોનો સિલસિલો યથાવત છે. ત્યારે વધુ એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે,

 

Jamnagar: A fire broke out in a tea shop in Tin Batti area

સમગ્ર મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જામનગરમાં તીન બત્તી વિસ્તારમાં ચાની દુકાનમાં એકાએક આગ લાગતાં અફડાતફડી નો માહોલ સર્જાયોહતો ચાની દુકાનમાં ગેસનો બાટલો લીકેજ થતાં અફડાતફડી મચી હતી જોકે જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારાઆગને કાબૂમાં લેવામાં આવી છે દુકાન માલિકને અંદાજિત આઠ થી દસ હજારનો નુકસાન થયું છે તેમજ દુકાનમાં રાખેલા તમામ માલસામાન બળીને ખાખ થઇ ગયો છે

Share This Article