મહેસાણા-મહેસાણાના ઝુલાસણ ગામમાં દાંલા માતાજીનું અનોખુ મંદિર

Subham Bhatt
2 Min Read

મહેસાણાથી અમદાવાદ હાઇવે પર આવેલું ઝુલાસણ ગામ 7 હજારની વસ્તી ધરાવે છે, જેમાં ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાંવસવાટ કરે છે. આ ગામમાં આવેલા દાંલા માતાજીના મંદિરે દૂર દૂરથી લોકો વિઝા મેળવવાની માનતા રાખવા અને પૂરી કરવાઆવે છે. આ મંદિર કોમી એખલાસનું પ્રતીક છે. આ ગામમાં એક પણ મુસ્લિમ વસવાટ નથી કરતા. પણ માતાજીના દર્શને મુસ્લિમ લોકો પણ આવે છે. આ મંદિરમાં રહેલું પથ્થરનું યંત્ર 800 વર્ષથી દેવી તરીકે પૂજાય છે અને આ મંદિર હિન્દુ મુસ્લિમના આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં આવતા હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોની માનતા પૂર્ણ થાય છે. માનતા પૂર્ણ થયા બાદ હિન્દુઓ માતાજીને સુખડી અને શ્રીફળ ચડાવે છે, જ્યારે મુસ્લિમ સમાજના લોકો ચાદર ચડાવે છે.

Unique temple of Danla Mataji in Zulasan village of Mehsana-Mehsana

800 વર્ષ અગાઉ ઝુલાસણ ગામમાં હાલ જ્યાં મંદિર છે એ સ્થળ એક માટીનું યંત્ર નીકળ્યું હતું. ત્યાર બાદ ગામલોકો આ યંત્રનેદેવી તરીકે પૂજા કરતા આવ્યા છે. જેમ જેમ લોકો માનતા માનવા લાગ્યા અને તેમનાં કામ પૂરાં થતાં ગયાં એમ એમ લોકોમાં વધુઆસ્થા જાગી. આ મંદિરમાં લોકવાયકા મુજબ ઝુલાસણ ગામ 800 વર્ષ પહેલાં જંગલ વિસ્તાર હતો.તે વખતે સતી દાલા માતાદાગીના પહેરીને ચાલતા નીકળ્યા હતા.તે વખતે તેમની પાછળ નવાબ ના માણસો પડ્યા,સતી માતા રૂપે સુંદર હતા જેથી નવાબના માણસો ની દાનત બગડી,માતાજી એક જગ્યા એ ઉભા રહ્યા ત્યાં વરખડી નું ઝાડ હતું.આ ઝાડમાં સધી માતાજીનો વાસહતો.સતી દાલા એ સધી માતાજી ની પ્રાર્થના કરી અને સધી માતાજમા તેઓ સમાઈ ગયા અને દાલા માતાજી નું શરીર ફૂલ બનીગયું. સમય જતાં આ સ્થળે માટી નું યંત્ર મળ્યું, અને ત્યારબાદ આ સ્થળ ઉપર મંદિર બનાવવામાં આવ્યું.આ મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો દર્શન અને માનતા માનવા આવે છે.

Share This Article