મહેસાણા- જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું

Subham Bhatt
2 Min Read

રાજ્ય સભા સંસદ સભ્ય જુગલજી ઠાકોર અને મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે તમાકુ નિષેધ દિવસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ રેલીનું પ્રસ્થાન કરાયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ૩૧ મે ના દિવસ ને વિશ્વ તમાકુનિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પરની હાનીકારક અસરોથીઅવગત કરાવવામાં આવે છે અને લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે.જે અંતર્ગત મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર, એસ.કે.પટેલ ડેન્ટલ કૉલેજ વિસનગર અને ગાયત્રી પરીવારના સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ રેલી સહિત ટેબ્લોનું આયોજનકરવામાં આવ્યું હતું. આ રેલી અને ટેબ્લોનું પ્રસ્થાનુ જિલ્લા કલકેટરશ્રીની કચેરીથી કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમપ્રકાશે જિલ્લા પંચાયત ખાતે જનજાગૃતિ રેલીમાં જણાવ્યું હતું કે તમાકુ નિષેધ દિવસે સૌ તમાકુ છોડવા અને છોડાવવા પ્રતિબધ્ધબનીએ

Mehsana- Janjagruti rally was flagged off

.તેમણે જણાવ્યું હતું કે તંદુરસ્ત જીવનશૈલી માટે નશાથી દુર રહેવું હિતાવહ છે. યુવાનોએ નશો છોડી શરીર અને મનનેસ્વસ્થ રાખવા અપીલ કરી હતી. મોટાભાગના કિસ્સાઓમાં વ્યક્તિ ક્ષણિક મોજ-મજા માટે તમાકુનો ઉપયોગ શરુ કરે છે જેઆગળ જતા વ્યસનમાં પરિણમે છે. અને તમાકુની અનુપસ્થિતીમાં અનુભવાતી બેચેની, અકળાંમણ, તણાવ, સુસ્તિને દુર રાખવાતેનો ઉપયોગ શરુ રાખે છે. તમાકુની લાંબાગાળાની આડ અસરો જેવીકે, સ્ટ્રોક. ફેફસા, મોં, જીભ કે સ્વરપેટીનુ કેન્સર, હ્દયરોગ,ગર્ભાશય, પાચનતંત્ર તથા આંતરડાનુ કેન્સર, નપુંસકતા જેવી  અસરો પ્રત્યે જાગૃતી તથા તમાકુમુક્તિના પ્રયાસો માટે તંત્ર કટિબધ્ધબન્યુ છે. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો વિષ્ણું પટેલ,જિલ્લા ક્ષય અધિકારી બી.બી.સોલંકી, એસ.કે.પટેલ ડેન્ટલ કૉલેજ વિસનગરના અધિકારીઓ,ડૉ.જે.આર.પટેલ પ્રોવિસ્ટ એસ પી યુ વિસનગર,ગાયત્રી પરીવારના સભ્યશ્રીઓ,જિલ્લાના આરોગ્ય અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

Share This Article