આરોગ્ય શાખાના વિવિધ વર્ગના કર્મચારીઓને પગાર ધોરણમાં નિમણૂકના હૂકમ એનાયત કરાયા

Subham Bhatt
1 Min Read

જિલ્લા પંચાયતના સભાખંડમાં આરોગ્ય શાખાના વિવિધ વર્ગના કર્મચારીઓને નિયમિત પગાર ધોરણમાં નિમણૂકના હૂકમ એનાયત કરાયા હતા. જિલ્લા પંચાયત ભરૂચ ની આરોગ્ય શાખાના વિવિધ વર્ગના કર્મચારીઓને નિયમિત પગાર ધોરણમાં નિમણૂક આપવામાં આવી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ જ્યાં જીલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી,આરોગ્ય સમિતિ માનનીય અધ્યક્ષ શ્રી,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ અન્ય પદાધિકારીઓ હાજાર રહ્યાં હતાં.

Orders of appointment in the pay scale were awarded to various classes of employees of the health branch

આરોગ્ય શાખા જિલ્લા પંચાયતના તાબા હેઠળ ફરજ બજાવતા વિવિધ વર્ગના કર્મચારીઓ જેવા કે 53 ફિમેલ હેલ્થ વર્કર, 41 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, 10લેબ ટેક્નિશિયન, 3ફાર્માસિસ્ટ, 5 સ્ટાફ નર્સ આમ કુલ 112 કર્મચારીઓને પાંચ વર્ષ પૂર્ણ થતા જિલ્લા પંચાયતના સભાખંડમાં આરોગ્ય શાખાના અધિકારીઓ અને વિવિધ પદાધિકારીઓ ના હસ્તે નિયમિત પગાર ધોરણમાં નિમણુંક પત્રનો હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.Orders of appointment in the pay scale were awarded to various classes of employees of the health branch જિલ્લા પંચાયતના સભા ખંડમાં આરોગ્ય શાખાના વિવિધ વર્ગના કર્મચારીઓને નિયમિત પગાર ધોરણમાં નિમણૂક આપવાના હૂકમ એનાયત કરાયા હોવાનું આરોગ્યના શાખાની અખબારી યાદીમાં જણાવાયું હતું.

Share This Article