સાંબરકાંઠા-અરવલ્લીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

admin
1 Min Read

ગુજરાતમાં સીઝનના અંતિમ પડાવમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યાં છે. ગઈકાલે સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. મોડી સાંજ બાદ વરસેલા વરસાદે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાંબરકાંઠા જિલ્લાને ધમરોળ્યું હતું. હિંમતનગરમાં 24 કલાકમાં 7.5 ઇંચ વરસાદ તો અરવલ્લીના ભિલોડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હિંમતનગરમાં રાત્રિના બે કલાકમાં જ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને બંને જિલ્લામાં પાણી પાણી થઈ ગયું છે. આ સાથે જ અરવલ્લીના મોડાસાના કુશ્કીના લાલપુરમાં દિવાલ પડતા એક બાળકનું મોત નિપજ્યું છે. સાબરકાંઠાના વિજયનગરમાં રાત્ર દરમિયાન 7.5 ઇંચ વરસાદ થયો છે. વિજયનગરના હરણાવ જળાશયમાંથી 4000 ક્યુસેક પાણીમાં છોડાયું છે. જળાશયમાં 4000 ક્યુસેક આવક સામે 4000 ક્યુસેક જાવક છે.  ૩૩૧ મીટરની મુખ્ય સપાટીએ જળસ્તર પહોંચતા પાણી છોડાયું છે. તો સાથે જ ભિલોડાની હાથમતી અને બુઢેલી નદી ગાંડીતૂર બનતા નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા છે. લોકોને નદી કિનારેથી દૂર રહેવા સૂચના અપાઈ છે.

Share This Article