સમી 108 ના ઈએમટી અને પાયલોટે પ્રસવ પીડા ભોગવતી મહિલાની વાનમાં જ નોર્મલ ડિલિવરી કરાવી

Subham Bhatt
1 Min Read

પાટણ જિલ્લા માં 108 ની ઈમરજન્સી આરોગ્ય ની સેવા ઓ સરાહનીય બની રહી છે. ત્યારે શંખેશ્વર તાલુકા ના રૂની ગામની પ્રસવ પીડા ભોગવતી મહિલાની વાનમાં જ ડિલિવરી કરાવી સમી 108 સેવાના ઈએમટી અને પાયલોટે સરાહનીય કામગીરી કરી હતી.શંખેશ્વર તાલુકાનાં રૂની ગામનાં અલકાબેન ઠાકોરને પ્રસુતિ પીડા થતાં તેમને પહેલાં સરકારી હોસ્પિટલ શંખેશ્વરમાં સારવાર આપ્યા બાદ ડિલિવરી ના થતાં વધુ સારવાર અર્થે રાધનપુર મોકલવા સમી 108 એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો. જ્યાં ઈએમટી મહેશ ઠાકોર અને પાયલોટ સન્ની પરમારે તાત્કાલિક પહોંચી જઈ પ્રસૃતા મહિલાને 108 વાનમાં રિફર કરવા લઈ જઈ રહ્યા હતા.

Sami 108's EMT and pilot make normal delivery in the van of a woman suffering from labor pains

ત્યારે રાધનપુર-સમી વચ્ચે એમ્બ્યુલન્સમાં મહિલાને પ્રસવનો દુખાવો વધતાં 108ના પાયલોટ અને ઈએમટી દ્વારા મહિલાની એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી વધુ સારવાર માટે રાધનપુર પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં.જ્યા બાળક અને માતા બંનેની તબિયત તંદુરસ્ત હોવાનું ફરજ પરના તબીબે જણાવતાં મહિલાનાં પરિવાર દ્વારા સમી 108ના ઈએમટી અને પાયલોટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ 108ની ઈમરજન્સી આરોગ્ય સેવાને સરાહનીય ગણાવી હતી.

Share This Article