સુત્રાપાડાના વિઘાર્થીએ 99.90 અને વેરાવળમાં સુથારીનું મજુરી કામ કરતા શ્રમિકની લાડકવાયી પુત્રીએ 99.44 PR મેળવ્‍યા

Subham Bhatt
4 Min Read
મહેનતનું પરીણામ પીતાનું સ્‍વપ્‍ન પુરૂ કરવાના ઘ્‍યેય સાથે સુત્રાપાડાના વિઘાર્થીએ 99.90 અને વેરાવળમાં સુથારીનું મજુરી કામ કરતા શ્રમિકની લાડકવાયી પુત્રીએ 99.44 PR મેળવ્‍યા બંન્‍ને વિઘાર્થી વેરાવળની દર્શન સ્‍કુલમાં અભ્‍યાસ કરતા અને જીલ્‍લામાં બંન્‍ને પ્રથમ અને દ્રીતીય ક્રમે બંન્‍ને વિઘાર્થીઅોએ આર્થીક સંકડામણ વચ્‍ચે સંઘર્ષ કરી સખ્‍ત 16 થી 18 કલાકની તનતોડ મહેનત કરી સફળતા પ્રાપ્‍ત કરી બંન્‍ને વિઘાર્થીની સફળતાથી ગાથા પ્રેરણાદાયી આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર કર્યુ છે. જેમાં પીતાના 2018 માં થયેલ અવસાન સમયના અંતિમ શબ્‍દોને મનમાં બાંઘી સુત્રાપાડામાં રહેતા અને દરરોજ વેરાવળની શાળામાં અભ્‍યાસ અર્થે આવતા વિઘાર્થી કૃણાલ સિઘ્‍ઘપુરાએ 99.90 PR મેળવી સફળતા મેળવી બોર્ડમાં દસમું અને જીલ્‍લામાં પ્રથમ સ્‍થાન મેળવેલ છે. જયારે વેરાવળમાં ઘરના ઘર વગર ભાડાના મકાનમાં રહી છુટક સુથારીકામની મજુરી કરતા પિતાના પરસેવાનું પરીણામ દિકરી મલ્‍લીકા કુકડીયાએ 99.44 PR હાંસલ કરી બતાવ્‍યુ છે. આ દિકરીએ જીલ્‍લામાં બીજું સ્‍થાન મેળવી ગૌરવ અપાવ્યુ છે. પીતાની ખોટ અને મર્યાદીત આર્થીક આવકો વચ્‍ચે દ્રઢ મનોબળ થકી પરીણામ મેળવ્‍યુ : કૃણાલ પરીણામ અંગે કૃણાલ સિઘ્‍ઘપુરાએ દિવ્ય ભાસ્કરના પ્રતિનિઘિ સાથેની વાતચીતમાં જણાવેલ કે, છેલ્‍લા બે વર્ષના સતત સંઘર્ષ અને આર્થીક સંકડામણ વચ્‍ચે કાકા સહિતના પરીવારજનોના સાથ તથા મારી શાળાના ગુરૂ ભુપેન્‍દ્ર વિઠલાણી સાહેબની તમામ પ્રકારની મદદના લીઘે આજે હું ઘો.12 માં 99.90 PR લઇ આવ્યો છું. મારા પીતાનું સને.2018 માં બિમારી સબબ અવસાન થયેલ એ સમયે તેમની ઇચ્‍છા હતી કે હું ભણીગણીને પરીવારને સુખી સંપન્‍ન બનાવવું. જે શબ્‍દો મૈ મનમાં બાંઘી લીઘા હતા. ત્‍યારબાદ ઘો.11 અને 12 બંન્‍ને વર્ષ વેરાવળની દર્શન સ્‍કુલમાં અભ્‍યાસ અર્થે દરરોજ સુત્રાપાડાથી અપડાઉન કરતો હતો. મારા પરીવારમાં મમ્‍મી ગૃહણી અને નાની બહેન ઘો.10 માં અભ્‍યાસ કરે છે.
Student of Sutrapada got PR of 99.90 and Ladakvai daughter of a carpenter working in Veraval got PR of 99.44.
મારા પીતાજીના અવસાન બાદ મારા કાકા અમારા ઘરની મહતમ જરૂરીયાતો પુરી કરતા હતા. જયારે મારી પરિસ્‍થ‍િતિની જાણ શાળાના આચાર્ય વિઠલાણી સરને થતા તેઅોએ ઘો.11 અને 12 ની ફી માફી કરી દીઘી હતી. પરીવારમાં પીતાની ખોટ વચ્‍ચે મર્યાદીત આર્થીક આવક હોવા છતાં દ્રઢ મનોબળ સાથે દરરોજ 15 કલાક જેવો સમય અભ્‍યાસ અને રીવીઝન પાછળ ઉપયોગ કરવાના લીઘે આજે આટલું સારૂ પરીણામ લાવી શકયો છું. મારે આગળ ચાર્ટડ એકાઉટન્‍ટ બની પરીવારને સુખી-સમૃઘ્‍ઘ બનાવવાનું સપનું છે. સુથારીકામ કરતા પિતાની પુત્રીને 99.44 PR વેરાવળની હુડકો સોસાયટીમાં ભાડાના મકાનમાં એક નાની બહેન અને માતા-પીતા સાથે રહેતી અને દર્શન સ્‍કુલમાં અભ્યાસ કરતી મલ્‍લીકા કુકડીયાએ 99.44 PR મેળવી પરીવારનું નામ વઘાર્યું છે. મલ્‍લીકાના પિતા છુટક સુથારીનું મજુરી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ત્‍યારે આજના પરીણામ અંગે મલ્‍લીકાએ વાતચીતમાં જણાવેલ કે, હું છેલ્‍લા ચાર વર્ષથી દર્શન સ્‍કુલમાં આચાર્ય વિઠલાણી સર પાસે અભ્‍યાસ કરૂ છુ અને ઘો.10 માં સારા પરીણામ બાદ મારી ઘરની પરિસ્‍થ‍િતિ જાણી એક વર્ષની ફી માફ અને બીજામાં રાહત આપી શાળા મદદરૂપ બની હતી. મારો પરીવાર શાળા કે ટયુશનની ફી ભરવામાં આર્થીક રીતે સક્ષમ ન હતો. તેમ છતાં મારા પીતાજીએ સંઘર્ષ કરીને જયારે માતા અને નાની બહેન મને અભ્‍યાસ કરવા સપોર્ટ આપતા હતા. દરરોજ શાળાના સમય ઉપરાંત 8 કલાક જેટલા સમય સુઘી રીવીઝન-વાંચન કરવાના કારણે આજે આટલુ સારૂ પરીણામ લાવી શકું છું. મારે ભવિષ્‍યમાં એમબીએ થઇ કલેકટર (આઇ.એ.એસ.) બનવાનું સપનું છે.
Share This Article