અસ્માવતી કુંડની જર્જરીત અવસ્થાના કારણે શ્રધ્ધાળુઓના જીવનું જોખમ : ચોપાટીના અસ્માવતી ઘાટની હાલની સ્થિતીથી ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાની ટ્રસ્ટ દ્વારા ફરિયાદ

Subham Bhatt
2 Min Read

પોરબંદર ચોપાટી ઇન્દ્રેશ્વરથી આગળ આવેલા અસ્માવતી ઘાટમાં (ધાર્મિક પ્રસંગે સ્નાન)ની સગવડ વર્ષો વખતથી ઉપલબ્ધ છે. પરંતુ તેની હાલની સ્થિતીથી ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાથી રણછોડ ટોડરમલ ટ્રસ્ટના ટ્રસ્ટીએ એડીએસપી કચેરીમાં ફરિયાદ દાખલ કરેલ છે. વાદગ્રસ્ત સ્થળે અતી પવિત્ર ગણાતો અસ્માવતી કુંડ આવેલ છે. જ્યાં પરસોતમ માસના દિવ્ય સ્નાનથી અનેક ધાર્મિક વિધિઓ માટે પુરૂષો-સ્ત્રીઓ બહોળા પ્રમાણમાં વર્ષોથી તેનો ઉપયોગ કરે છે. સુદામાપુરી પ્રખ્યાત જાત્રાસ્થાન હોવાના કારણે બહારગામથી હજારો લોકો પણ આવે છે. ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરની ધજાનો પડછાયો આ જગ્યાએ પડતો હોય રજસ્વાહા સ્ત્રીઓ માટે શાસ્ત્રોક્ત કારણે પાપ કે વર્જીત ગણાય, જે સ્થાન ફળતું નથી, વધુમાં અન્ય સંપર્કવાળા સ્ત્રી તમામ માટે પણ તે વર્જીત બને છે.

Risk to the lives of devotees due to dilapidated condition of Asmavati Kund: Complaint by the Trust

 

આ બાબતે ગંભીર અને નોંધનીય હોવા છતાં હાલના સ્થળેથી દુર નવો અને ફ્રેશ રિનોવેશન વાળો અસ્માવતી કુંડ સરકારે તેવી માંગણીઓ સાથે વારંવાર કલેકટર કચેરી સહિતના જવાબદાર તંત્રએ કોઇ પગલા લીધા નથી. જે ખૂબજ દુ:ખની વાત છે. હાલના કુંડની જર્જરીત અવસ્થાના કારણે સામાન્ય પ્રજાને બહારના ભાગે કુંડથી દુર દરિયાની પટ્ટી પર ભરતી વચ્ચે સ્નાન કરવાની મજબુરી જીવલેણ કે જોખમી સાબીત થઇ ચુકી છે. ત્યારે વ્યવસ્થીત રિનોવેશન કરાવી અસ્માવતી કુંડ હાલના સ્થળેથી મંદિરથી દુર બનાવવા ટ્રસ્ટે સહકાર અને ખર્ચ આપવા સુધીની તૈયારી બતાવેલ છે. જો આ સમસ્યાનું નિરાકરણ યોગ્ય સમયમાં થશે તો હજારો યાત્રીકો અને દર્શનાર્થીઓને ધાર્મિક તર્પણ કરવા આવે છે તે નિશ્ચિત થઇ જાય અને પ્રવાસન સ્થળ તરીકે પણ ફાયદારૂપ બની જાય તેમ છે. આ બાબતે ટ્રસ્ટ વતી વકીલ વિજયકુમાર પંડયા તમામ કાર્યવાહી કરી રહેલ છે.

Share This Article