હાંસોટ ના કલમ ગામે આઠમા તબક્કાનો ગ્રામ્ય કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

Subham Bhatt
1 Min Read

હાંસોટ તાલુકાના કલમ ગામે આઠમા તબક્કાનો ગ્રામ્ય કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયો હતો.જન સમસ્યાઓના સ્થળ પર નિકાલના હેતુથી તથા છેવાડાનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આવા સેવા સેતુ કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે

The eighth phase of village level service bridge program was held in Kalam village of Hansot.

જેમાં આરોગ્ય વિભાગ, પૂરવઠા વિભાગ, આધાર કાર્ડ,જમીન અંગેની સેવા, મતદાર નોંધણી તથા ચૂંટણી કાર્ડ વગેરે સેવાઓનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત આંગણવાડીની બહેનો દ્વારા આંગણવાડીમાં આપવામાં આવતી વાનગીઓ બનાવી મૂકવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પટેલ તથા કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ તથા હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ મિસ્ત્રી તથા મહામંત્રી નરેશભાઈ પટેલ, નાયબ મામલતદાર ધનેશભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Share This Article